વિધાન $-1$ : બે પદાર્થ વચ્ચેના સ્થિતિસ્થાપક સંઘાતમાં, સંઘાત પછી પદાર્થની સાપેક્ષ ઝડપ એ સંઘાત પહેલા પદાર્થની સાપેક્ષ ઝડપ જેટલી હોય છે.
વિધાન $-2$ : સ્થિતિ સ્થાપક સંઘાતમાં તંત્રનું રેખીય વેગમાન સંરક્ષી હોય છે.
વિધાન $-1$ સાચું છે. વિધાન $ -2 $ સાચું છે. વિધાન $-1$ માટે વિધાન $-2$ સાચી સમજૂતી આપે છે.
વિધાન $-1$ સાચું છે. વિધાન $-2$ સાચું છે. વિધાન $-1$ વિધાન $-2$ સાચી સમજૂતી આપતું નથી.
વિધાન $-1$ સાચું છે પણ વિધાન $-2$ ખોટું છે.
વિધાન $-1$ ખોટું છે પણ વિધાન $-2$ સાચું છે.
$2kg$ ના પદાર્થનો વેગ $36km/h$ છે. $3kg$ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$
વિધાન: $m$ દળના નાના $n$ દડાઓ $u$ વેગથી દર સેકંડે સપાટી સાથે સ્થિતિસ્થાપક સંઘાત રચે છે. સપાટી દ્વારા અનુભવાતું બળ $2\,mnu$ હશે.
કારણ: સ્થિતિસ્થાપક સંઘાત બાદ દડો તેટલા જ વેગ થી ઉછળે છે.
એક $8kg$ દળનો ગતિ કરતો પદાર્થ બીજા $2 kg$ દળના સ્થિર સ્થિતિએ રહેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. જો $E$ એ ગતિ કરતા દળની પ્રારંભિક ગતિઊર્જા હોય તો અથડામણ પછી બાકી વધેલી ગતિઊર્જા કેટલી હશે ?
$l$ લંબાઈની દોરી ધરાવતાં અને $m$ દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ $\theta_0$ થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ $M$ દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ $\theta_1$ સુધી પહોંચે છે, તો $M$ દળ કેટલું હશે?
જ્યારે $5$ ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.)