એક પદાર્થનુંં વેગમાન વધીને $50\%$ થાય છે. તો પદાર્થની $K.E. $ વધીને કેટલા ........... $\%$ થશે ?
$50$
$125$
$330$
$400$
સાચા વિકલ્પ નીચે લીટી કરો :
$(a)$ જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે, પદાર્થની સ્થિતિઊર્જા વધે છે ઘટે છે અચળ રહે છે.
$(b)$ પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશાં તેની ગતિ ઊર્જા/સ્થિતિઊર્જાના ઘટાડામાં પરિણમે છે.
$(c)$ વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળતંત્ર પરનાં આંતરિક બળોના સરવાળાને સપ્રમાણ હોય છે.
$(d)$ બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિઊર્જા/કુલ રેખીય વેગમાન બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઊર્જા છે.
જ્યારે એક સ્પ્રીંગને $2 cm$ ખેંચવામાં આવે ત્યારે તે $100 J$ ઊર્જા સંગ્રહે છે. જો તેને ફરી $2 cm $ ખેંચવામાં આવે તો સંગ્રહાયેલ ઊર્જા ....... $J$ છે.
ખરબચડા માર્ગ (પથ)ના બિંદુ $A$ આગળ $1 kg $ દળનો એક ટુકડો મૂકેલો છે. તેને હળવેથી જમણી બાજુએ ધક્કો લગાડવામાં આવે છે. તે ઢાળ પર સરકીને $B$ બિંદુએ પહોંચે છે. $A$ બિંદુથી $B$ બિંદુ મુસાફરી દરમિયાન ટુકડા પર લાગતા ઘર્ષણ બળ વડે થતું કાર્ય .............. $\mathrm{J}$ શોધો.
બળ અચળાંક $k$ વાળી એક શિરોલંબ સ્પ્રિંગને ટેબલ પર જોડેલી છે. $m$ દળનો એક દડો $h$ ઊંચાઈએ થી સ્પ્રિંગના ઉપલા મુક્ત છેડા પર શિરોલંબ નીચે તરફ પતન કરવવામાં આવે છે કે જેથી સ્પ્રિંગમાં $d$ અંતર જેટલું સંકોચન થાય. આ પ્રક્રિયા માં થયેલું કુલ કાર્ય કેટલું હશે?
$m$ દળની કાર $r$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે.અડધા પરિભ્રમણ પછી કેન્દ્રગામી બળ વડે કેટલું કાર્ય થશે?