જેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0. 5 $ હોય તેવા એક બોલને અમુક ઉંચાઈએ છોડતા તેના દરેક ઉછળાટનો પ્રતિશત ઊર્જા ક્ષય કેટલા........$\%$ હશે?
$12.5$
$25$
$50$
$75$
$v$ વેગ સાથે ગતિ કરતો $m$ દળનો દડોએ સ્થિર રહેલા બીજા $m$ દળનાં દડા સાથે સન્મુખ અથડામણ અનુભવે છે. જો રેસ્ટિપ્યુશન (સ્થિતિસ્થાપકતા) ગુણાંક $e$ છે અને અથડામણ પછી પહેલા દડાનો વેગ $v_1$ અને બીજા દડાનો વેગ $v_2$ હોય તો $\ldots \ldots \ldots$ હશે ?
$m$ દળનો એક બોલ $2v_0$ ઝડપથી ગતિ કરતાં તેનાં જેવાં જ બીજા સ્થિર બોલ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત કરે છે. $(e > 0)$ તો દર્શાવો કે .....
$(a)$ હેડ-ઓન સંઘાતમાં બંને બોલ આગળની દિશામાં ગતિ કરશે.
$(b)$ સામાન્ય સંઘાતમાં છૂટા પડતાં બંને બોલતા વેગો વચ્ચેનો ખૂણો $90^o$ કરતાં ઓછો હશે.
$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?
$m=0.1\; kg$ દળ ધરાવતા પદાર્થ $A$ નો શરૂઆતનો વેગ $3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}$ છે તે બીજા સમાન દળના અને $5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}$ વેગ ધરાવતા પદાર્થ $\mathrm{B}$ સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ $A$ $\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})$ ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ $B$ની ઉર્જા $\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}$ મુજબ આપવામાં આવતી હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
$200\,g$ નો એક બોલ $20\,m$ ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.$10\,g$ ની અને $u\,m/s$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી $30\,m$ અંતરે અને બુલેટ $120\,m$ અંતરે પડે છે. બુલેટનો વેગ $..............m/s$ હશે.($\left.g =10 m / s ^2\right.$ છે.)