એક ભારે ન્યૂક્લિયસ સ્થિર સ્થિતિ આગળ તૂટે છે જેથી તેના બે ટુકડાઓ $8 : 1$ ના ગુણોત્તરમાં વેગ સાથે ઉછળે છે. ટુકડાઓની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.
$\frac{7}{2}$
$\frac{5}{3}$
$\frac{3}{2}$
$\frac{1}{2}$
$0.25 \,kg$ દળના એક પદાર્થને $100\, kg$ દળના તોપના નાળચેથી $100\,m{s^{ - 1}}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો તોપનો પ્રતિક્રિયા વેગ ........ $ms^{-1}$ હશે.
પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, તો દર્શાવો કે તે નીપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ.
$1\; kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે જેમનો ગુણોત્તર $1:1:3$ છે. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને લંબ $30\;m/s$ ના વેગથી ગતિ કરે છે. તો મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
એક પ્રક્ષેપ્તને સમક્ષિતિજ $\theta$ કોણ $u$ વેગે છોડવામાં આવે છે. તેના પ્રક્ષેપણ માર્ગનાં ઉચ્ચતમ બિંદુુએ પહોચીને તે $m, m$ અને $2\,m$ દળના ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે. પહેલો ભાગ શૂન્ય પ્રારંભિક વેગ સાથે શિરોલંબ રીતે અધોદિશામાં પડે છે અને બીજો ભાગ તે જ માર્ગ દ્વારા પ્રક્ષેપણ બિંદુ સુધી પાછો આવે છે. તો વિસ્ફોટ બાદ તરત જ $2m$ દળના ત્રીજા ભાગનો વેગ કેટલો હશે?
$1000\, kg $ દળની ટ્રોલી $50\, km/h$ ના વેગથી ગતિ કરે છે.તેના પર $250\, kg$ દળ મૂકતાં નવો વેગ ........ $km/hour$ થાય.