$m_1$ દળ અને $v_1 \hat i$ વેગ ધરાવતો પદાર્થ $m_2$ દળ અને $v_2 \hat i$ વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી $m_1$ અને $m_2$ દળ અનુક્રમે $v_3 \hat i$ અને $v_4 \hat i$ વેગથી ગતિ કરે છે. જો $m_2 = 0.5\, m_1$ અને $v_3 = 0.5\, v_1$ હોય તો $v_1$ કેટલો થાય?
${v_4} - \frac{{{v_2}}}{2}$
${v_4} - \frac{{{v_2}}}{4}$
${v_4} - {v_2}$
${v_4} + {v_2}$
એક $10 \,kg$ દળની બંદૂકમાંથી $40 \,g$ દળની ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $400 \,m / s$ છે, તો બંદુકનો પાછળ થવાનાં ધક્કાનો (રીકોઈલ) વેગ હશે?
વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક શાથી છે ?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બૉલ એક દેટુ દીવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. $(i)$ દરેક બૉલને લીધે દીવાલ પર લાગતા બળની દિશા કઈ હશે ? $(ii)$ દીવાલ વડે બંને બૉલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોતર કેટલો હશે ?
$10\,g$ દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી $600\,m / s$ ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી $50\,cm$ લાંબી હોય અને બંદૂક $3\,kg$ નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત $.......\,Ns$ હશે.
એક વિસ્ફોટ થતાં એક ખડકના ત્રણ ટુકડા થઈ જાય છે. આમાંથી બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં જાય છે. તેમાંના પહેલો $1 \;kg$ દળવાળો ટુકડો $12 \;ms^{-1}$ જેટલી ઝડપથી અને બીજો $2 \;kg$ દળવાળો ટુકડો $8\; ms^{-1} $ જેટલી ઝડપથી ગતિ કરે છે. જો ત્રીજો ટુકડો $4 \;ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે, તો તેનું દળ ($kg$ માં) કેટલું હશે?