પદાર્થ $ 'A' $ સુરેખ રેખા પર $v $ વેગથી ગતિ કરીને સ્થિર રહેલાં પદાર્થ $'B'$ સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ $B \;\;1.6v $ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે પદાર્થ સંપૂર્ણ પણે સ્થિર સ્થાપક છે, તો $A$ ના કેટલા .............. ટકા ઊર્જા સંઘાત દ્વારા $B$ સાથે વિનિમય પામશે ?
$36$
$ 53$
$59$
$64$
ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો.
$m$ દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે $90^o$ ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?
$m$ દળનો પદાર્થ $v$ વેગથી $2m$ દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. $m$ દળ કેટલી ગતિઊર્જા ગુમાવશે?
એક દડો કોંક્રિટ દીવાલ સાથે અથડાઈને પાછો ફરે ત્યારે તેની ગતિઉર્જા માં $15.0\%$ જેટલો ઘટાડો થાય છે. તો દડાને $12.4\, m$ ઊંચાઈએથી ફેંકતા તે ઉછળીને તેટલી જ ઊંચાઈએ આવે તેના માટે તેને ................ $\mathrm{m} / \mathrm{s}$ વેગથી ફેંકવો જોઈએ? ( હવાનો અવરોધ અવગણો)?
સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો.