બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં પીગળતો હોય ત્યારે બંનેની ઉષ્માવાહકતા નો ગુણોત્તર શોધો.
$4:7$
$7:4$
$16:49$
$49:36$
ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ ............. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$
$50 cm$ લંબાઈ અને $5 cm^{2}$ આડછેદના ક્ષેત્રફળમાંથી ઉષ્માનું વહન થાય છે. તેના છેડાઓ અનુક્રમે $25 °C$ અને $125°C$ છે. સળિયાના પદાર્થની ઉષ્માવાહકતા $0.092\, kcal/ms \,C$ સળિયાનો તાપમાન પ્રચલન ....... $^oC/cm$ છે.
${r}_{1}$ અને ${r}_{2}$ $\left({r}_{1}<{r}_{2}\right)$ ત્રિજયા ધરાવતા બે ધાતુના પાતળા કવચના કેન્દ્ર એક બીજા પર સંપાત થાય છે. બંને કવચની વચ્ચેની જગયા ${K}$ જેટલી ઉષ્માવાહકતા ધરાવતા દ્રવ્યથી ભરેલી છે. અંદરની કવચ $\theta_{1}$ તાપમાને અને બહારની કવચ $\theta_{2}\left(\theta_{1}<\theta_{2}\right)$ તાપમાને રાખેલ છે. આ દ્રવ્યમાં ત્રિજ્યાવર્તી દિશામાં ઉષ્મા વહનનો દર કેટલો હશે?
સમાન લંબાઇ અને સમાન વ્યાસ ધરાવતા બે સળિયા $P$ અને $Q$ ની ઉષ્માવાહકતાનો ગુણોત્તર $2:3$ છે.બંનેને જોડવામાં આવે છે. $P$ ના છેડાને $100^°C$ અને $Q$ ના છેડાને $0^°C$ રાખવામાં આવે છે,તો સંપર્ક સપાટીનું તાપમાન...... $^oC$
એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?