$\varepsilon$$_r$ નું પારિમાણિક સૂત્ર.......
$[M^{-1} L^{-3} T^4 A^2]$
$[M^0 L^{-3} T^2 A^3]$
$[M^{-1} L^{-3} T^3 A]$
પરિમાણ રહિત
$Cs\, Cl$ ના સામાન્ય સ્ફટકીના બંધારણમાં $Cs^+$ અને $Cl^-$ આયનો $bcc$ રચનામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. આઠ $Cs^+$ આયનોને લીધે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિતિ વિદ્યુત શાસ્ત્રનું બળ ....... છે.
બે એકસમાન દરેક $Q$ એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી $‘2a’$ જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા $m$ દળ ધરાવતો અને $q_0$ જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર $q_0$ વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.
$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગની લંબાઈ પર કુલ $-\mathrm{Q}$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. એક નાના $\mathrm{m}$ દળવાળા કણ પરના $+\mathrm{q}$ પરિક્ષણ વિધુતભારને રિંગના કેન્દ્ર પર મૂકેલો છે અને તેને ધીમેથી રિંગની અક્ષ પર ધક્કો મારવામાં આવે છે.
$(a)$ બતાવો કે વિધુતભારિત કણ સરળ આવર્ત દોલનો કરે છે.
$(b)$ તેનો આવર્તકાળ મેળવો.
સમાન વિદ્યુતભારિત બે પિચ-બોલ એક જ આધારબિંદુ પરથી સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે.સમતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર $r$ છે.હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઇએ દઢ રીતે બાંઘી દેવામાં આવે છે. આ સમતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર કેટલું થશે?
$2 \times 10^{-7} \;C$ અને $3 \times 10^{-7} \;C$ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં $30 \,cm$ અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે?