- Home
- Standard 12
- Physics
કુલંબનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો.
Solution

કુલંબનો નિયમ : "બે બિંદુવત્ સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રર્વતતાં વિદ્યુતબળનું મૂલ્ય તે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે."
ધારોકે, $q_{1}$ અને $q_{2}$ બે બિદુવત્ વિદ્યુતભારો એકબીજાથી $r$ અંતરે હોય, તો તેમની વચ્ચે પ્રવર્તતું (લાગતું) બળ $F \propto \frac{q_{1} q_{2}}{r^{2}}$ છે.
$\therefore F =k \frac{q_{1} q_{2}}{r^{2}}\dots(1)$
જ્યાં $k$ એ સપ્રમાણતાનો અચળાંક છે જેને કુલંબનો અચળાંક કહે છે.
પ્રયોગિક રીતે મેળવેલું $k$ નું મૂલ્ય $8.9875 \times 10^{9}\,Nm ^{2}\,C ^{-2}$ છે. વ્યવહારિક હેતુ માટે $k=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}$ સેવામાં આવે છે.
જે વિદ્યુતભારો શૂન્યાવકાશના બદલે બીજા કોઈ માધ્યમમાં $r$ અંતરે હોય, તો આ માધ્યમમાં તેમની વચ્ચે લાગતું કુલંબબળ $F =\frac{q_{1} q_{2}}{4 \pi \epsilon_{0} r^{2}}$ થી મળે છે.
જ્યાં $\epsilon=\epsilon_{0} K$ છે અને $K$ ને સાપેક્ષ પરમિટિવિટી અને ડાઇઇલેક્ટ્રિક અચળાંક કહે છે.
આમ, બીજ કોઈ માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતબળ, શૂન્યાવકાશમાં મળતાં વિદ્યતબળના $K$ માં ભાગનું થાય છે.
$\therefore F _{ m }=\frac{ F _{0}}{ K }$ જ્યાં $F _{ m }, F _{0}$ એ અનુક્રમે માધ્યમ અને શૂન્યાવકાશમાં વિદ્યુતબળ છે.