મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં, તેલના ટીપા પર નીચેના પૈકી કયો વિદ્યુતભાર હાજર હોય છે?

  • A

    $0$, $\alpha$ - કણ પરના વિદ્યુતભાર જેટલો

  • B

    $2e, 1.6 \times  10^{-19}\,C$

  • C

    $2e,\,1.6 \times  10^{-19}\, C, \,2.5e$

  • D

    $1.5\, e, \,e$

Similar Questions

વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?

વિધુતભારિત અને વિદ્યુત તટસ્થ પદાર્થ કોને કહે છે ?

$r_{1}$ ત્રિજ્યા અને $q_{1}$ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો $r_{2}$ ત્રિજ્યા અને $q_{2} $ વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. દર્શાવો કે જો $q_{1}$ ધન હોય તો જ્યારે તે બંનેને તાર વડે જોડેલા હોય), કવચ પર કોઈ પણ વિદ્યુતભાર $q_{2}$ હોય તો પણ, વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે જ.

ઘર્ષણ વિધુતનું ઐતિહાસિક અવલોકન જણાવો. 

 $(a)$ કોઈ માણસના સુકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે ? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય ? (યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી.)

$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે ?

$(c)$ દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે ?

$(d)$ ખુલ્લી હાઈપાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે ?