દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?
કોઈ પણ દ્રવ્ય એ અણુંઓ અને પરમાણુંઓનું બનેલું છે.
સામાન્ય રીતે દ્રવ્યો, વિદ્યુતની દષ્ટિએ તટસ્થ હોય છે છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે. પરંતુ તેમના વિદ્યુતભારો સમતોલિત થયેલાં હોય છે.
ધન પદાર્થમાં અણુંઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો,પરમાણુંઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, ગુંદર અને કાગળ વચ્ચેનું આસક્તિબળ, પૃઠતાણ સાથે સંકળાયેલા બળો એ બધાં મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે. જે વિદ્યુતભારો વચ્ચે લાગતાં બળોથી ઉદ્ભવેલાં છે.
આમ, વિદ્યુતબળ એ સર્વવ્યાપી બળ છે.
હવે એવું માનવમાં આવેબ છે કે પ્રોટોન અને ન્યૂટ્રોન ( જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયાસોની રચના કરે છે. ) પોતે પણ ક્વાર્કસ તરીકે ઓળખાતા વધારે પ્રાથમીક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યૂટ્રોન દરેક , ત્રણ ક્વાકૅસના બનેલા છે. ( $u$ વડે દર્શાવતા ) કહેવાતા $up$ ક્વાર્ક જેનો વિધુતભાર $+(2/3)e$ છે અને ( $d$ વડે દર્શવાતા ) કહેવાતા down કવાર્ક જેનો વિધુતભાર $(-1/3)e$ છે અને ઇલેક્ટ્રોન એ બધા ભેગાં મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. ( બીજા પ્રકારના કવાર્ક પણ શોધાયા છે. જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે. ) પ્રોટોન અને ન્યૂટ્રોન માટે શક્ય કવાર્ક બંધારણનું સૂચન કરો.
વિધુતભાર એટલે શું? તે સદિશ છે કે અદિશ તે સમજાવો?
ઘર્ષણ વિધુતમાં માત્ર ઇલેક્ટ્રૉન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કઈ રીતે જાય છે ?
ઊન સાથે ઘસેલા એક પોલીથીન ટુકડા પર $3 \times 10^{-7} \;C$ ઋણ વિદ્યુતભાર છે. $(a)$ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? $(b)$ ઊનથી પોલીથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે?
વિધુતભાર અને દળનો તફાવત લખો.