બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષી બળ $F$ હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર $1\, m$ છે. હવે આ બિંદુવત વિદ્યુતભારને $25\, cm$ ની ત્રિજ્યાવાળા ગોળા પરના વિદ્યુતભાર વડે બદલવામાં આવે છે. તેઓના કેન્દ્રો વચ્ચે અંતર $1 \,m$ છે. તો બે કિસ્સાઓમાં અપાકર્ષી બળ......મુજબ ઘટશે.
$F\,\,\alpha \,\,\frac{1}{{{d^2}}}$
$F\,\,\alpha \,\,\frac{1}{d}$
$F\,\,\alpha \,\,{d^2}$
$F\,\,\alpha \,\,\sqrt {\frac{1}{{{d^2}}}} $
$Cs\, Cl$ ના સામાન્ય સ્ફટકીના બંધારણમાં $Cs^+$ અને $Cl^-$ આયનો $bcc$ રચનામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. આઠ $Cs^+$ આયનોને લીધે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિતિ વિદ્યુત શાસ્ત્રનું બળ ....... છે.
ત્રણ બિદુવત વિદ્યુતભારો $P, Q$ અને $R$ ને ધ્યાનમાં લો. $P$ અને $Q$ એકબીજાને અપાકર્ષે છે, જ્યારે $P$ અને $R$ આકર્ષે છે, તો $Q$ અને $R$ વચ્ચે બળની પ્રકૃતિ કેવી છે ?
સમાન $m$ દળ અને સમાન વિદ્યુતભાર $q$ ને $16\, cm$ અંતરે રહેલા છે.તે બંને પર લાગતું બળ શૂન્ય હોય,તો $\frac{q}{m} =$ ______
$T$ આવર્તકાળ ધરાવતા લોલક રહેલ લોખંડનો ગોળો ઋણ વિજભાર ધરાવે છે.જો તેને એક ધન વિજભારિત ધાતુની પ્લેટ પર દોલનો કરાવવામાં આવે તો આવર્તકાળ.....
અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર $2.4 \times 10^{39}$ છે. સમપ્રમાણ અચળાંક $K=\frac{1}{4 \pi \varepsilon_0}$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર લગભગ કેટલો હશે?
(આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર $=1.6 \times 10^{-19}\; C$, ઇલેક્ટ્રોનનું દળ $=9.11 \times 10^{-31}\; kg$, પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\,kg$)