બે વિદ્યુતભારો $9e$ અને $3e$ એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. જ્યાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુ ....... અંતરે આવેલા છે.

  • A

    $9e$ વિદ્યુતભારથી $\frac{r}{{(1\,\, + \,\,\sqrt 3 )}}$

  • B

    $9e$ વિદ્યુતભારથી $\frac{r}{{(1\,\, + \,\,\sqrt {\frac{1}{3}} )}}$

  • C

    $3e$ વિદ્યુતભારથી $\frac{r}{{(1\,\, - \,\,\sqrt 3 )}}$

  • D

    $3e$ વિદ્યુતભારથી $\frac{r}{{(1\,\, + \,\,\sqrt {\frac{1}{3}} )}}$

Similar Questions

$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ વાળા એક અર્ધ વર્તૂળના કેન્દ્ર $O$ આગળ વિદ્યુતક્ષેત્ર શેના દ્વારા આપી શકાય છે?

  • [AIPMT 2000]

મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં $12$ વધારાના ઇલેક્ટ્રૉન ધરાવતું એક ઑઇલ ડ્રોપ $2.55 \times 10^{4}\; N\,C ^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઑઇલની ઘનતા $1.26 \;g \,cm ^{-3}$ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. $\left(g=9.81\; m s ^{-2} ; e=1.60 \times 10^{-19}\; \,C \right)$

કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય

  • [JEE MAIN 2020]

આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?

  • [AIEEE 2005]

વિધુતક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત્ વિધુતભારના વિધુતક્ષેત્રની સમજૂતી આપો.