$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.

  • A

    $10\, V/m$ ઉર્ધ્વદિશા

  • B

    $10\, V/m$ અધોદિશા

  • C

    $0.1\, V/m$ અધોદિશા

  • D

    $0.1\, V/m$ ઉર્ધ્વદિશા

Similar Questions

ત્રણ સમકેન્દ્રિય કવચની ત્રિજયાઓ અનુક્રમે $a, b$ અને $c$ છે $( a < b < c )$ અને તેમની પૃષ્ઠવિધુતભાર ઘનતા અનુક્રમે $\sigma$, $-\sigma$ અને $\sigma$ છે. જો આ કવચની સપાટીઓ પરનાં વિધુતસ્થિતિમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય, તો $C = a + b$ માટે......

બે સમાન વિદ્યુતભાર $Q$ એકબીજાથી $r$ અંતરે રહેલા છે.એક ત્રીજા વિદ્યુતભાર $q$ ને બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ત્રણેય વિદ્યુતભારો સંતુલન સ્થિતિમાં રહે.આ સ્થિતિમાં $q$ = _____

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. પ્લેટના ક્ષેત્રફળને સમાન અને $d/2$ જાડાઈની ધાતુની પ્લેટને પ્લેટોની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે કે જેથી તે પ્લેટોને અડકે નહી, તો પરિણામી કેપેસિટરનું કેપેરિટન્સ......

$15\ \mu \,F$ કેપેસિટન્સ અને $2\ mm.$ પ્લેટ વચ્ચેનું અંતર ઘરાવતો કેપેસિટર છે.ડાયઇલેકટ્રીક અચળાંક $(K = 2)$ અને જાડાઇ $1\ mm$ ઘરાવતી ડાયઇલેકટ્રીકને પ્લેટ વચ્ચે મૂકતા નવો કેપેસિટન્સ કેટલો થાય?

$\vec p$ ધ્રુવીય ચાકમાત્રા વાળા વિદ્યુત ડાઈપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલો છે. $90^°$ સાથે ડાઈપોલને ભ્રમણ કરતાં થતું કાર્ય ........ છે.