બે સમાન સૂક્ષ્મ (નાના) ગોળા પર $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર ($Q_1$ $>>$ $Q_2$)આવેલ છે. એકબીજા વચ્ચે લાગતું બળ $F_1$ છે. ગોળાને એકબીજા સાથે સંપર્કમાં લઈને તેટલા જ અંતરે રાખવામાં આવે છે. હવે તેમના વચ્ચે લાગતું બળ $F_2$ છે. તો $F_1/F_2$ ...... હશે.

  • A

    $4$$Q_1$/$Q_2$

  • B

    $Q_1$/$4Q_2$

  • C

    $4$$Q_2$/$Q_1$

  • D

    $Q_2$/$4Q_1$

Similar Questions

ત્રણ દરેક $2 \,C$ જેટલા વિદ્યુતભારીત બોલને $2 \,m$ લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ $P$ આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ $1 \,m$ બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.

  • [JEE MAIN 2022]

બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષી બળ $F$ હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર $1\, m$ છે. હવે આ બિંદુવત વિદ્યુતભારને $25\, cm$ ની ત્રિજ્યાવાળા ગોળા પરના વિદ્યુતભાર વડે બદલવામાં આવે છે. તેઓના કેન્દ્રો વચ્ચે અંતર $1 \,m$ છે. તો બે કિસ્સાઓમાં અપાકર્ષી બળ......મુજબ ઘટશે.

કુલંબના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો.

વિદ્યુતભાર $q$ ને સમાન વિદ્યુતભાર ધરાવતા બે $Q$ વિદ્યુતભારને જોડતી રેખાની મધ્યમાં મૂકવામાં આવે છે. જો ત્રણ વિદ્યુતભારનું તંત્ર સમતોલનમાં રહે જો $q=$ 

  • [AIPMT 1995]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $q$, $q$ અને $-q$ વિધુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે ?