બે સમાન વિદ્યુતભારો $q$ ને અક્ષ પર $x = -a$ અને $x = a$ સ્થાને મૂકેલા છે. $m$ દળ અને $q_0 = q/2$ વિદ્યુતભારનો એક કણ તેના ઉગમબિંદુ આગળ મૂકેલો છે. જો વિદ્યુતભાર $q_0$ ને $y$ અક્ષ પર સૂક્ષ્મ સ્થાનાંતર $(y << a)$ આપવામાં આવે તો કણ લાગતું ચોખ્ખું બળ ....... ના સમપ્રમાણમાં હોય છે.

  • A

    $y$

  • B

    $-y$

  • C

    $1/y$

  • D

    $-1/y$

Similar Questions

બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજયા $r$ અને $R$ $(R > r)$ પર વિધુતભાર $Q$ એવી રીતે વિતરીત થયેલો છે, કે તેમની પૃષ્ઠ ઘનતા સમાન રહે છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલુ થાય?

બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2\, C$ છે. તેઓને સમાંતરમાં જોડેલા છે. આ કેપેસિટરોને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે, જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક વાળા ડાય-ઈલેકટ્રીકને ભરવામાં આવે તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.

એક વિદ્યુતભારીત ગોળાની અંદરની બાજુએ સ્થિત વિદ્યુત શાસ્ત્રનું સ્થિતિમાન $\phi = ar^2 + b$ વડે આપી શકાય છે. જયાં $r$ એ કેન્દ્રથી અંતર છે, $a, b$ અચળાંકો છે. બોલની અંદરની બાજુએ વિદ્યુતભારની ઘનતા ....... છે.

$R$ ત્રિજ્યાના ગાઉસીયન પૃષ્ઠ વડે $Q$ જેટલો વિદ્યુતભાર વેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર નીકળતુ વિદ્યુત ફલક્સ...

$L$ લંબાઈનો એક ધન $L\, (ABCDEFGH)$ ના કેન્દ્ર આગળ એક $q$ વિદ્યુતભારીત કણ મૂકેલો છે. બીજો સમાન $q$ વિદ્યુતભાર $O$ થી $L$ અંતર આગળ મૂકેલો છે. તો $ABCD$ પરનું વિદ્યુત ફલક્સ ........ છે.