પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?

  • A

    $(0.34 \pm 0.02) cm$

  • B

    $(0.17 \pm 0.02) cm$

  • C

    $(0.17 \pm 0.01) cm$

  • D

    $(0.34 \pm 0.01) cm$

Similar Questions

ત્રુટિઓનો અંદાજ એટલે શું ? અને તેની રીતો લખો.

ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.

ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.

  • [JEE MAIN 2022]

એક વિદ્યાર્થી આપેલા સમયમાં શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થના મુક્ત પતન દરમિયાન કાપેલા અંતરને માપે છે. તે આ માહિતીનો ઉપયોગ કરીને $g$, ગુરુત્વાકર્ષણના પ્રવેગનો અંદાજ કાઢે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય, તો $g$ ના અંદાજમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • [AIPMT 2010]

વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે  $2\%\,, 1\%$  અને  $1\%$  ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?

  • [AIEEE 2012]