જુલના ઉષ્માના નિયમો અનુસાર ઉત્પન્ન થતી ઉષ્મા $ H = I^2Rt $ છે કે જ્યાં $I$ વિદ્યુત પ્રવાહ, $R$ અવરોધ અને $t $ સમય છે જો $I, $ $ R$ અને $t$ ના માપનમાં આવતી ત્રુટિ અનુક્રમે $3\%, 4\%$ અને $ 6\%$ હોય તો $ H $ ના માપનમાં આવતી ત્રુટિ કેટલી?
$ \pm 17\%$
$ \pm 16\%$
$ \pm 19\%$
$ \pm 25\%$
બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
જો $Z=\frac{A^{4} B^{1 / 3}}{ C D^{3 / 2}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.
કોઈ એક પ્રયોગમાં $A, B, C$ અને $D$ ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 2 \%, 3 \%$ અને $4\%$ છે. તો $X$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે.
જ્યાં $X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}$
એક ભૌતિક રાશિ $x$ નું પારિમાણિક સૂત્ર $M^{-1}L^{3}T^{-2}$ છે. $L, M$ અને $T$ ના માપનમાં અનુક્રમે ત્રુટિઓ $3\%, 2\%$ અને $4\%$ છે. તો $x$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$
એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો $1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm$ , $1.20 \,mm$ છે. પ્રતિશત ત્રૂટિ $\frac{x}{121} \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?