બગીચામાં $4$ લાલ, $3$ ગુલાબી, $5$ પીળા અને $8$ સફેદ ગુલાબ હોય તો અંધ માણસ વડે લાલ અથવા સફેદ ગુલાબને સ્પર્શવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/5$

  • B

    $2/5$

  • C

    $3/5$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં.

Similar Questions

શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી? 

સચિન તેંડુલકર કોઈપણ $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અયુગ્મ ક્રમાંકની ઓવર માં જ આઉટ થાય છે તેવી ધારણા કરવામાં આવે છે. તો તે મેચની નવમાં કે તેના ગુણાંક ક્રમાંકની ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.

એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એક વાર ઉછાળવામાં આવે છે. જો પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને બે વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો. 

બે પાસાઓ ફેંકવામાં આવે છે અને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો લખવામાં આવે છે. ચાલો હવે આપણે આ પ્રયોગ સાથે સંબંધિત નીચે આપેલ ઘટનાઓ વિશે વિચાર કરીએ :

$A:$ “પ્રાપ્ત સરવાળો યુગ્મ સંખ્યા છે 

$B:$  “પ્રાપ્ત સરવાળો $3$ નો ગુણક છે'

$c:$ “પ્રાપ્ત સરવાળો $4$ કરતાં નાનો છે?

$D:$ ‘પ્રાપ્ત સરવાળો $11$ કરતાં મોટો છે”

આ ઘટનાઓમાંથી કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે ?

શબ્દ $\mathrm {'ASSASSINATION'}$ માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક વ્યંજન હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.