તમને એક ખોખું આપવામાં આવે છે જેમાં $20$ પત્તા હોય આ પૈકી $10$ પત્તા ઉપર $I$ અક્ષર છાપવામાં આવેલ છે અને બીજા દસ પત્તા ઉપર $T$ અક્ષર છાપવામાં આવેલ છે. જો તમે ત્રણ પત્તા એક પછી એક ઉપાડો અને તે જ ક્રમમાં પાછા મૂકવામાં આવે, તો $I.I.T$ શબ્દ બનવાની સંભાવના કેટલી છે ?

  • A

    $9/80$

  • B

    $1/8$

  • C

    $4/27$

  • D

    $5/38$

Similar Questions

ડોકટર, નવેમ્બર માસમાં દર્દીં માટે તારીખ નક્કી કરે છે. જો તારીખ $5$ અથવા $6$ નો ગુણાંક હોવાની સંભાવના કેટલી થાય ?

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $B$ નહિ 

બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો  $1,2,3,5,7$ અને $11$ હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો $8$ કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]

ત્રણ વ્યક્તિઓને માટે ત્રણ પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયાં છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મૂકાયો છે તેની સંભાવના શોધો. 

ત્રણ પાસાને એકસાથે ઉછાળતાં ત્રણેય પર સમાન અંક આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1984]