જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય, તો નીચેના પૈકી કઈ સાચી નથી.
$P(AB') + P(A) =P(AB)$
$P(AB') = P(A'B) + P(B)- P(A \cup B)$
$P(AB) = P(A) + P(B)- P(A \cup B)$
જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય, તો $P(AB) = 0$
પૂણાંકો $\{1,2,3, \ldots \ldots . .50\}$ માંથી એક પૂણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલ પૂર્ણાંક એ $4$, $6$ અને $7$ માંથી ઓછામાં ઓછા એકનો ગુણિ હોવાની સંભાવના............................. છે.
વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ બે ઉપરચનાઓ $A$ અને $B$ ધરાવે છે. અગાઉની ચકાસવાની કાર્યપ્રણાલી પરથી નીચેની સંભાવનાઓ જ્ઞાત છે તેમ ધારેલ છે :
$P(A$ નિષ્ફળ જાય) $= 0.2$
$P$ (ફક્ત $B$ નિષ્ફળ જાય) $= 0.15$
$P(A $ અને $B$ નિષ્ફળ જાય) $= 0.15$
નીચેની સંભાવનાઓ શોધો :
$P(A $ એકલી નિષ્ફળ જાય)
આવતા $10$ વર્ષમાં ક્રિષ્ના જીવતો રહેવાની સંભાવના $7/15$ અને હરિ જીવતો રહેવાની સંભાવના $7/10$ હોય, તો આવતા $10$ વર્ષ દરમિયાન ક્રિષ્ના અને હરિ બંને મૃત્યુ પામવાની સંભાવના કેટલી થાય ?
જો $ P(A) = 0.25, P(B)= 0.50 $ અને $P(A \,\cap\,B) = 0.14 $ હોય, તો $P(A\,\, \cap \,\,\overline B )$બરાબર શું થાય ?
એક સંસ્થાનાં કમીઓમાંથી $5$ કર્મીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પાંચ કર્મીઓની વિગતો નીચે દર્શાવેલ છે :
ક્રમ | નામ | જાતિ | ઉંમર (વર્ષમાં) |
$1.$ | હરીશ | પુ | $30$ |
$2.$ | રોહન | પુ | $33$ |
$3.$ | શીતલ | સ્ત્રી | $46$ |
$4.$ | એલિસ | સ્ત્રી | $28$ |
$5.$ | સલીમ | પુ | $41$ |
આ સમૂહમાંથી પ્રવકતાનાં પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવી છે. પ્રવક્તા પુરુષ હોય અથવા $35$ વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું થશે? ,