$x_1, x_2 …… x_{101}$ વિતરણના $x_1 < x_2 < x_3 < …… < x_{100} < x_{101}$ મૂલ્યો માટે સંખ્યા $k$ ની સાપેક્ષે આ વિતરણનું સરેરાશ વિચલન ઓછામાં ઓછું હશે. જ્યારે $k$ બરાબર નીચેના પૈકી કયું હશે ?
$x_1$
$x_{51}$
$x_{50}$
$\frac{{{x_1}\, + \,\,{x_2}\, + \,\,......\,\, + \,\,{x_{101}}}}{{101}}$
જો વિતરણના વિચરણ અને પ્રમાણિત વિચલનનો સહગુણક અનુક્રમે $50\%$ અને $20\%$ હોય તો તેનો મધ્યક શું થાય ?
$10$ વિદ્યાર્થીઓના ગુણના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50$ અને $12$ જોવામાં આવેલ છે.ત્યાર બાદ એવુ જોવામાં આવ્યું કે બે ગુણ $20$ અને $25$ ને ખોટી રીતે અનુક્રમે $45$ અને $50$ વાંચવામાં આવ્યા હતા. તો સાચું વિચરણ $......$ છે.
$112, 116, 120, 125, 132$ અવલોકનોનું વિચરણ = ……..
ધારો કે $a_1, a_2, \ldots a_{10}$ એવા $10$ અવલોકનો છે કે જેથી $\sum_{k=1}^{10} a_k=50$ અને $\sum_{k < j} a_k \cdot a_j=1100$, તો $a_1, a_2, \ldots, a_{10}$ નું પ્રમાણિત વિચલન ....................છે.
ધારો કે વસ્તી $A $ એ $100 $ અવલોકનો $101, 102, ..... 200$ અને બીજી વસ્તી $B$ એ $100 $ અવલોકનો $151, 152, ...... 250 $ ધરાવે છે. જો $V_A $ અને $V_B$ એ અનુક્રમે બંને વસ્તીઓનું વિચરણ દર્શાવે તો $V_A / V_B$ શું થાય ?