નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
પરિમાણની દ્રષ્ટિએ સાચું સૂત્ર કદાચ સાચું હોઈ શકે.
પરિમાણની દ્રષ્ટિએ સાચું સૂત્ર કદાચ ખોટું હોઈ શકે.
પરિમાણની દ્રષ્ટિએ ખોટું સૂત્ર કદાચ સાચું હોઈ શકે.
પરિમાણની દ્રષ્ટિએ ખોટું સૂત્ર ખોટું છે.
વર્તુળનું સમીકરણ $x^2+y^2=a^2$, જ્યાં $a$ એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને $(0,0)$ ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : $(x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2$ માટે $A$ અને $B$ નાં સાચા પરિણામો ......... થશે. $t$ નું પરિમાણ $\left[ T ^{-1}\right]$ વડે આપવામાં આવે છે.
એક સ્થિત તરંગ માટેનું સમીકરણ $y=2 \mathrm{a} \sin \left(\frac{2 \pi \mathrm{nt}}{\lambda}\right) \cos \left(\frac{2 \pi x}{\lambda}\right)$ નીચેનાંમાંથી ક્યું સાચું નથી ?
ઊર્જાનો $SI$ એકમ $J=k g\; m^{2} \,s^{-2}$ અને તે જ રીતે, વેગ $v$ માટે $m s^{-1}$ અને પ્રવેગ $a$ માટે $m s ^{-2}$ છે. નીચે આપેલ સુત્રો પૈકી કયાં સૂત્રો પારિમાણિક દૃષ્ટિએ ગતિઊર્જા $(K)$ માટે તમે ખોટાં ઠેરવશો ? ( $m$ પદાર્થનું દળ સૂચવે છે.)
$(a)$ $K=m^{2} v^{3}$
$(b)$ $K=(1 / 2) m v^{2}$
$(c)$ $K=m a$
$(d)$ $K=(3 / 16) m v^{2}$
$(e)$ $K=(1 / 2) m v^{2}+m a$
એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?