વિધાન $1$ : જ્યારે પારજાંબલી પ્રકાશ ફોટો સેલ પર આપાત થાય ત્યારે તેનો સ્ટોપિંગ સ્થિતિમાન $V_0$ છે. ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા $K_{max}$ છે. જ્યારે પારજાંબલી પ્રકાશને બદલે $X$ - કિરણો આપાત કરીએ તો $V_0$ અને $K_{max}$ બંન્ને વધે છે.વિધાન $2$ : ફોટો ઈલેક્ટ્રોન્સ $0$ થી મહત્તમ મૂલ્ય સુધી ની ઝડપથી રેન્જ સાથે ઉત્સર્જિત થાય છે. કારણ કે આપાત પ્રકાશમાં આવૃત્તિની રેન્જ હાજર હોય છે.

  • A

    વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ ખોટું છે.

  • B

    વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ સાચું, વિધાન $-2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે.

  • C

    વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ સાચું, વિધાન $-2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી નથી.

  • D

    વિધાન $-1$ ખોટુંછે, વિધાન $-2$ સાચું છે.

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરમાં યોગ્ય આવૃત્તિનાં મજબૂત તિવ્રતાને બદલે ઓછી તીવ્રતાના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો

પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને $n=4$ સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. 

સૂર્ય દ્રારા પૃથ્વીની સપાટી પર આવતી વિકિરણ ઊર્જા $2\ cal/cm^2 . min$ છે. જો સૂર્યના વિકિરણની સરેરાશ તરંગલંબાઈ $5500\ \mathring A $ હોય, તો પૃથ્વીની સપાટી પર દર મિનિટે $1\ cm^2$ ના ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત ફોટોન્સની સંખ્યા ............ $(h = 6.6 \times 10^{-34}\ Js, 1\ cal = 4.2\ J )$

ફોટો ઉત્સર્જનની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે ? એ નોંધો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનું વેગમાન, આપાત ફોટોનના વેગમાન કરતાં અલગ દિશામાં છે. 

ફોટો ઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો સંવેદી સપાટીની થ્રેસોડ આવૃત્તિ કરતાં $1.5$ ગણી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે હવે જો આવૃત્તિને અડધી અને તીવ્રતા બમણી કરી દેવામાં આવે તો ઉત્સર્જાતાં ફોટો ઇલેકટ્રોનની સંખ્યા .....

  • [JEE MAIN 2024]