$200\;W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6 \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન કરે છે. વિદ્યુતઊર્જાનું આ લેમ્પ $25 \%$ ક્ષમતાથી પ્રકાશઊર્જામાં રૂપાંતર કરતો હોય, તો તેમાંથી એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે?
ફોટોઈલેકટ્રીક અસરમાં
$A$. ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
$B$. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$C$. ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે.
$D$. ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે.
$E$. ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
ફોટો ઉત્સર્જનની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે ? એ નોંધો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનું વેગમાન, આપાત ફોટોનના વેગમાન કરતાં અલગ દિશામાં છે.
હિલિયમ-નિયોન લેસર વડે $667 \;nm $ તરંગલંબાઇવાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્સર્જિત પાવર $9\;mW$ છે. કોઈ ટાર્ગેટ પર આ પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે આપત થતાં ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી હશે?