કણ $P$ ને $u_1$ વેગથી સમક્ષિતીજ સાથે $30^o$ ખૂણે ફેકવામા આવે છે. બીજા કણ $Q$ ને $P$ ની મહત્તમ ઊચાઇની નીચેથી શિરોલંબ દિશામાં $u_2$ વેગથી ફેકવામા આવે છે નો બંનેના અથડામણ માટેની જરૂરી શરત...
${u_1} = {u_2}$
${u_1} = 2{u_2}$
${u_1} = \frac{{{u_2}}}{2}$
${u_1} = 4{u_2}$
પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઇએ વેગ શરૂઆતના વેગ કરતાં $\frac{1}{{\sqrt 2 }}$ ગણો હોય તો તેની અવધિ કેટલી થાય?
એક ફાઈટર જેટ પ્લેન $1.5\; km$ ની ઊંચાઈ પર $720\; km / h$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઊડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી $600\; m \,s ^{-1}$ ની ઝડપથી છોડેલ ગોળો ફાઈટર પ્લેનને અથડાય ? ફાઇટર પ્લેનના પાઇલોટે લઘુતમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે ? ( $g=10 \;m s ^{-2}$ )
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.
પ્રક્ષિપ પદાર્થનો મહતમ ઉંચાઈએ વેગ $\frac{\sqrt{3}}{2} u$ હોય અને તેનો શરૂઆતણો વેગ $(u)$ છે. તો સમક્ષિતિજ સમતલમાંમાં તેની અવધી કેટલી હોય ?
એક પદાર્થને $20m/s$ ના વેગથી $45^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકતા તેના ગતિપથનું સમીકરણ $h = Ax -Bx^2 $ તો $A : B =$_____