ઇલેકટ્રોનને જયારે $V$  વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર બળ $F$ .લાગે છે.જયારે ઇલેકટ્રોનને $5\,V $ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર કેટલું બળ લાગશે?

  • A

    $F$

  • B

    $5\,F$

  • C

    $\frac{F}{5}$

  • D

    $\sqrt 5\, F$

Similar Questions

જો ચુંબકીય ક્ષેત્ર ધન $y$ -અક્ષને સમાંતર હોય અને વિધુતભારિત કણ ધન $x$ -અક્ષ પર ગતિ કરતો હોય (આકૃતિ ), તો $(a)$ ઈલેક્ટ્રૉન (ઋણ વિધુતભાર), $(b)$ પ્રોટોન (ધન વિધુતભાર) પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગશે ?

કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, $ 2.0 \;kV$ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, $0.15\; T$ જેટલા નિયમિત ચુંબકીયક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર, 

$(a)$ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય,

$(b)$ પ્રારંભિક વેગ સાથે $30^o$ કોણ બનાવતું હોય, તો ઈલેક્ટ્રૉનના ગતિ પથની ગણતરી કરો.

ખાલી જગ્યા લખો :

$(i)$ સ્થિર વિધુતભારની આસપાસ .... ક્ષેત્ર રચાય છે. ( વિદ્યુત, ચુંબકીય )

$(ii)$ ગતિમાન વીજભાર પોતાની આસપાસ ..... ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.

ત્રિજ્યા $=0.5\;cm$, પ્રવાહ $=1.5\, A ,$ આંટાઓ $=250,$ પરમીએબીલીટી $=700$ ધરાવતા ટોરોઈડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લા માં) કેટલું હશે?

  • [AIIMS 2019]

એક રેડિયોએક્ટિવ પદાર્થ દ્વારા ઉત્સર્જતો કણ ચુંબકીયક્ષેત્રમાં વિચલન અનુભવે છે તો કણ કયો હશે?

$(i)$ ઇલેક્ટ્રોન              $(ii)$ પ્રોટોન                    $(iii)$ $H{e^{2 + }}$                  $(iv)$ ન્યૂટ્રોન

 

  • [AIEEE 2002]