${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
$224$
$256$
$98$
$108$
સંઘાત પ્રાચલ અને પ્રકીર્ણન કોણ વચ્ચેનો સંબંધ જણાવો.
ગેઈગર-માસર્ડનના પ્રયોગમાં $7.7\, MeV$ $\alpha -$ કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર (Distance of Closest Approach) કેટલું હશે ?
જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મૉડેલમાં ન્યુક્લિયસ (ત્રિજ્યા લગભગ $10^{-15}\, m$ ) સૂર્યના જેવો છે જેની આસપાસ ઈલેક્ટ્રૉન કક્ષામાં (ત્રિજ્યા $10 ^{-10}\,m)$ ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત ? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $1.5 \times 10^{11}\,m$ છે. સૂર્યની ત્રિજ્યા $7\times 10^8\, m$ લેવાય છે.
હાઇડ્રોજનની $n^{th}$મી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા ${E_n} = - \frac{{13.6}}{{{n^2}}}\,eV$ છે, તો પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેકટ્રોનને લઇ જવા માટે કેટલા ......$eV$ ઉર્જાની જરૂર પડે?
$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?