- Home
- Standard 12
- Physics
12.Atoms
easy
વાયુમાં વિધુતવિભાર અંગેના થોમસનના પ્રયોગો પરથી શું દર્શાવ્યું ? અને પ્લમ પુડિંગ મોડલ સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
આ પ્રયોગો એ દર્શાવ્યું કે, વિવિધ તત્ત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટકો (ઇલેક્ટ્રૉન) ધરાવે છે. આ ઘટકો (ઇલેક્ટ્રૉન) બધા પરમાણુઓ માટે એકસમાન હોય છે.
બધા પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટક હોવાં છતાં બધા પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ છે.
આથી, આ ઋણ વિધુતભારને તટસ્થ કરવા તેમાં ધન વિદ્યુતભાર પણ હોવો જોઈએ. આ સમજવા માટે થોમસને પરમાણુ મૉડલ સમજાવ્યું જેને પ્લમ પુડિંગ મૉડલ કહે છે.
આ મૉડલ અનુસાર, પરમાણુનો ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરીત થયેલો હોય છે.
આ મૉડલમાં ઋણ વિદ્યુતભારવાળા ઇલેક્ટ્રૉન, તડબૂચમાંના બીજની માફક તેમાં જકડાયેલા હોય છે. જેને પરમાણુનું પ્લમ પુડિંગ મૉડલ કહે છે.
Standard 12
Physics
Similar Questions
medium