જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મૉડેલમાં ન્યુક્લિયસ (ત્રિજ્યા લગભગ $10^{-15}\, m$ ) સૂર્યના જેવો છે જેની આસપાસ ઈલેક્ટ્રૉન કક્ષામાં (ત્રિજ્યા $10 ^{-10}\,m)$ ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત ? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $1.5 \times 10^{11}\,m$ છે. સૂર્યની ત્રિજ્યા $7\times 10^8\, m$ લેવાય છે.
ઈલેક્ટ્રૉનની કક્ષાની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર $(10 ^{-10} \,m) \,(10^{-15} \,m) = 10^5$ છે, એટલે કે ઈલેક્ટ્રૉનની કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજયા કરતાં $10^5$ ગણી મોટી છે. જો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા કરતાં $10^5$ ગણી મોટી હોત તો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $10 ^5 \times 7 \times 10^8\, m = 7 \times 10^{13}\,m$ હોત. આ મૂલ્ય પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા કરતાં $100$ ગણાથી પણ વધારે છે. આમ, પૃથ્વી સૂર્યથી ઘણી વધારે દૂર હોત. આનો અર્થ એ છે કે આપણા સૂર્યમંડળમાં છે તે કરતાં પરમાણુ ખાલી અવકાશનો ઘણો વધુ અંશ ધરાવે છે.
હાઇડ્રોજનની $n^{th}$મી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા ${E_n} = - \frac{{13.6}}{{{n^2}}}\,eV$ છે, તો પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેકટ્રોનને લઇ જવા માટે કેટલા ......$eV$ ઉર્જાની જરૂર પડે?
હિલિયમ તટસ્થ પરમાણુના એક ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટેની જરૂરી ઊર્જા $24.6\, e V$ છે. હવે, બાકી રહેલા બીજા ઇલેકટ્રૉનને દૂર કરવા માટેની જરૂરી ઊર્જા ($eV$ માં) .........
પરમાણુઓ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ શાથી હોય છે ?
હાઇડ્રોજન $(H)$,ડયુટેરિયમ $(D)$, હિલીયમ $ (H{e^ + }) $ અને લીથીયમ $ (Li) $ માં ઇલેકટ્રોન $n =2$ માંથી $n = 1$ સંક્રાંતિ દરમિયાન $ {\lambda _1},\;{\lambda _2},\;{\lambda _3} $ અને $ {\lambda _4} $ તરંગલંબાઇ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે તો...
રૂધરફોર્ડના $\alpha$ -પ્રકીર્ણનના પ્રયોગમાં ........મળે છે.