$6\,cm$ લંબાઈના ગજિયા ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $4\,J\,T^{-1}$ છે. ચુંબકના મધ્યબિંદુથી તેની વિષુવવૃત રેખા પર $200\,cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?

  • [AIEEE 2012]
  • A

    $4\times 10^{-8}\,tesla$

  • B

    $3.5\times 10^{-8}\,tesla$

  • C

    $5\times 10^{-8}\,tesla$

  • D

    $3\times 10^{-8}\,tesla$

Similar Questions

વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ $4 \times 10^{-5}\, T$ જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^6\, m$ જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે?

  • [JEE MAIN 2014]

$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.

  • [NEET 2024]

$(a)$ જો ગજિયા ચુંબકના $(i)$ તેની લંબાઈને લંબરૂપે, $(ii)$ તેની લંબાઈને (સમાંત૨), એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે ?

$(b)$ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે, ગજિયા ચુંબક પાસે મુકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષ બળ પણ અનુભવે છે. શા માટે ?

$(c)$ શું દરેક ચુંબકીય સંરચના $(Configuration)$ ને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ હોવા જોઈએ ? ટૉરોઇડના ચુંબકીય ક્ષેત્રવિશે શું કહેશો?

$(d)$ બે એક સરખા લોખંડના ટુકડાઓ $A$ અને $B$ આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીત કરેલો હોવાનું જ્ઞાન છે (આપણે જાણતા નથી કે તે કયો છે). બંને ચુંબકીત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો ? જો એક જ ચુંબકીત $(Magnetised)$ કરેલ હોય, તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે ? [ફક્ત આ ટુકડાઓ $A$ અને $B$ સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી.]

ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.

  • [JEE MAIN 2024]

આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્રરેખાઓ (આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓ)ની અમુક આકૃતિઓ ખોટી છે. તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિતવિદ્યુત ક્ષેત્રરેખાઓ પણ દર્શાવે છે. તે કઇ છે તે દર્શાવો.