$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.
સમીકરણ પરથી,
$B_{E}=\frac{\mu_{0} m}{4 \pi r^{3}}=\frac{10^{-7} \times 0.4}{(0.5)^{3}}=\frac{10^{-7} \times 0.4}{0.125}$$=3.2 \times 10^{-7} T$
સમીકરણ પરથી,
$B_{A}=\frac{\mu_{0} 2 \,m}{4 \pi r^{3}}=6.4 \times 10^{-7} \,T$
કયા ટાપુ પરથી મૅગ્નેટ નામ અસ્તિત્વમાં આવ્યું? તે જાણવું ?
ગજિયા ચુંબકના વિષવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર લખો.
ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.
સમઅક્ષિય મૂકેલા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર $r $ હોય,ત્યારે લાગતું બળ $4.8\, N $ છે.જો અંતર $ 2r$ કરવામાં આવે તો નવું બળ કેટલા ......$N$ થાય?
ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.