આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $1\,kg$ દળના બ્લોકને સમક્ષિતિજ સાથે $30^o$ ના કોણવાળા ઢાળની સપાટીને સમાંતર $10\,N$ બળ વડે ઉપર તરફ ધકેલવામાં આવે છે. ઢાળની સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ છે. જો બ્લોક ઢાળ પર $10\,m$ ધકેલાતો હોય, તો નીચેની રાશિઓ ગણો. ( $g = 10\,ms^2$ લો.)
$(a)$ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ થતું કાર્ય
$(b)$ ઘર્ષણબળ વિરુદ્ધ થતું કાર્ય
$(c)$ સ્થિતિમાં થતો વધારો
$(d)$ ગતિઊર્જામાં થતો વધારો
$(e)$ બાહ્યબળ વડે થતું કાર્ય
બ્લોકને $F$ બળથી ધકેલવામાં આવે છે જે નીચે આકૃતિમાં દર્શાવ્યું છે.
આકૃતિમાં લંબબળ $N$ અને ધર્ષણબળ $f$ દર્શાવ્યા છે.
બ્લોકનું દળ $m=1 kg$ અને ઢાળનો ખૂણો $\theta$ છે.
લાગુ પાડેલ બળ $F =10 N$, ઘર્ષણાંક $\mu=0.1$ અને બ્લોકનું સ્થાનાંતર $d=10 m$ અને $g =10 m s ^{-2}$ આકૃતિ પરથી, $\sin \theta=\frac{h}{d}$
$(a)$ ગુરુત્વાર્ષણ બળ વિરૂદ્ધ થતું કાર્ય,
$W_g$$=m g \sin \theta \times d$
$=1 \times 10 \times \sin 30^{\circ} \times 10$
$=50 J$
$(b)$ઘર્ષણબળ વિરુદ્ધ થતું કાર્ય,
$W_f$$=f d$
$=\mu N \times d$
$=\mu m g \cos \theta \times d$
$=0.1 \times 1 \times 10 \times 30^{\circ} \times 10$
$=10 \times \frac{\sqrt{3}}{2}$
$=8.66\,J$
$(c)$ સ્થિતિઉર્જામાં થતો વધારો $= mgh$
$=m g(d \sin \theta)$
$\Delta V =1 \times 10 \times 10 \times \sin 30^{\circ}$
$=50\,J$
આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. $x = 1 \;cm$ થી $x = 5 \;cm $ સુધી પદાર્થના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા ......અર્ગ હશે ?
એક ગોળી બંદૂકમાંથી છૂટે છે અને બંદૂક પ્રત્યાઘાત અનુભવે છે. પ્રત્યાઘાતી બંદૂકની ગતિઊર્જા શું હશે ?
એક બોલને સ્થિર સ્થિતિએ $5$ મીટર ઉંચાઈ પરથી ફેંકવામાં આવે છે તે લીફટ ના તળિયે અથડાય છે અને પાછો ફરે (ઉછળે) છે. આ અથડામણ સમયે લીફટ $1 m/sec$ ના વેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. અથડામણ થયા પછી તરત જ પાછા ફરતા બોલનો વેગ કેટલા ............. $\mathrm{m/sec}$ હશે ?
બે સ્પ્રિંગ કે જેમના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે $1500 N/m$ અને $3000 N/m$ છે તેમને સમાન બળ સાથે ખેંચવામાં આવે છે. તેઓની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
એક પદાર્થ $ F= cx$ બળની અસર નીચે $x = 0$ થી $x = x_1$ સુધી ગતિ કરે, તો આ ક્રિયા દરમિયાન થતું કાર્ય ........થશે.