એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને $20$ સેકન્ડમાં $144 \,km/h$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કેટલુ અંતર ($m$ માં) કાપ્યું હશે?
એક વિદ્યાર્થી બસથી $45\, m$ અંતરે પાછળ ઉભો છે.બસ $2.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા........$m/s$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?
એક કણ $4 \,m$ લંબાઇની નળીમાં $1\, km/sec$ ની ઝડપથી દાખલ થાય છે,અને $9 \,km/sec$ ની ઝડપથી બહાર આવે છે,તો તે નળીમાં કેટલા સમય સુધી રહ્યો હશે?
એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે $5\,ms ^{-1}$ જેટલો વધે. જે બિંદુએ વેગ $20\,ms ^{-1}$ હોય, ત્યાં કણનો પ્રવેગ ($ms ^{-2}$ માં) કેટલો હશે?