એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $2.0\; m s ^{-2}$ ની પ્રવેગિત ગતિ કરે છે. $t=10$ સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી (જમીનથી $6 \,m$ ઊંચાઈએ) એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. $t = 11$ સેકન્ડે પથ્થરના $(a)$ વેગ અને $(b)$ પ્રવેગ કેટલા હશે ? (હવાનો અવરોધ અવગણો.)
$40\, km/h$ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે $40\, m$ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન $80\, km/h$ ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........$(m)$ (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)
નિયમિત ગતિ કરતી ટ્રેનની બોગી ટ્રેનથી છૂટી પડે છે અને થોડુક અંતર કાપીને સ્થિર થાય છે. તો સમાન સમયમાં બોગી અને ટ્રેન દ્વારા કપાયેલ અંતર વચ્ચેનો સંબંધ શું હોય?