એક કણ સુરેખ માર્ગ પર ગતિ કરે છે.$10 \,sec$ પછી તે મૂળ સ્થાને પાછો આવે છે. કણે કાપેલું કુલ અંતર $30\,m$ છે.નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

  • A

    કણનું સ્થાનાંતર શૂન્ય થાય.

  • B

    કણની સરેરાશ ઝડપ $3m/sec$ છે.

  • C

    કણનું સ્થાનાંતર $30m$ છે.

  • D

    $(a)$ અને $(b)$ બંને

Similar Questions

આકૃતિમાં એક પારિમાણિક ગતિ કરતાં કણ માટેનો $x -t$ આલેખ દર્શાવેલ છે. જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવેલ છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી હશે ? દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગનાં ચિહ્ન આપો.

એક કાર $AB$ જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર $v_{1} \,ms ^{-1}$, બીજુ એક તૃતિયાંશ અંતર $v_{2} \,ms ^{-1}$ અને અંતિમ એક તૃતિયાંશ અંતર $v_{3} \,ms ^{-1}$ વેગથી કાપે છે. જો $v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}$ અને $v_{1}=11 \,ms ^{-1}$ હોય, તો કારનો સરેરાશ વેગ ..........$ms ^{-1}$ હશે.

  • [JEE MAIN 2022]

એક વ્યક્તિ $x$ અંતર $v _1$ વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં $x$ અંતર $v _2$ વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ $v$ છે, તો $v _1$ અને $v _2$ વચ્ચેનો સંબંધ.

  • [JEE MAIN 2023]

એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?

એક કાર સુરેખ રસ્તા પર $\frac{1}{3}$ અંતર $20\, km/hr$ ની ઝડપથી અને બાકીનું અંતર $60\,km/hr$ ની ઝડપથીકાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલા.........$km/hr$ થાય?