સમઘનના કોઇ એક ખૂણા પર વિદ્યુતભાર $Q$ છે, તો આ સમઘનની બધી છ સપાટીઓમાંથી પસાર થતું કુલ ફલક્સ કેટલું હશે?
$\frac{Q}{{2{\varepsilon _0}}}$
$\frac{Q}{{6{\varepsilon _0}}}$
$\frac{Q}{{8{\varepsilon _0}}}$
$\frac{Q}{{{\varepsilon _0}}}$
વિધુત ફલક્સની સમજૂતી આપો.
ઉગમબિંદુ પર રહેલા વિસ્તરતું કદ $2 \times 10^{-9} \,{m}^{3}$ માં રહેલો વિદ્યુતભાર ...... $nC$ હશે, જો તેના વિદ્યુતક્ષેત્રની વિદ્યુતફ્લક્સ ઘનતા $D=e^{-x} \sin y \hat{i}-e^{-x} \cos y \hat{j}+2 z \hat{k}\, C / m^{2}$ હોય.
નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.
કથન $A$: $30 \times 10^{-5}\,Cm$ દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય.
કરણ $R$: વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
એક બ્લેક બૉક્સની સપાટી આગળના વિદ્યુતક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફલક્સ $8.0 \times 10^{3} \;N\,m ^{2} / C$ છે.
$(a)$ બૉક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? $(b)$ જો બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ $(Net)$ ફલક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બૉક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ?
સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?