એક વિદ્યુતભારીત વસ્તુ સાથે સંકળાયેલું વિદ્યુત ફલક્સ $\phi$ છે. આ પદાર્થને હવે ધાતુના પાત્રની અંદર મૂકવામાં આવ્યો છે. પાત્રની બહાર ફલક્સ $\phi$ કેટલું હશે?
શૂન્ય
$\phi$ જેટલું
$\phi$ કરતાં વધુ
$\phi$ કરતાં ઓછું
સમઘનના કેન્દ્ર પર $Q\;\mu C$ વિદ્યુતભાર મૂકેલો છે. તો સમઘનના કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?
એક સમઘન કદ $x=0, x= a , y=0, y= a$ અને $z=0, z= a$ સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }={E_{ox}} \hat{i},$ જ્યાં $E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}$, વડે આપવામાં આવે છે. જો $a=2\,cm$ હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર $Q \times 10^{-14}\,C$ છે. $Q$ નું મૂલ્ય $........$ થશે.( $\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2$ લો.)
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.
એક બ્લેક બૉક્સની સપાટી આગળના વિદ્યુતક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફલક્સ $8.0 \times 10^{3} \;N\,m ^{2} / C$ છે.
$(a)$ બૉક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? $(b)$ જો બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ $(Net)$ ફલક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બૉક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ?
શાંત વાતાવરણમાં વિદ્યુતક્ષેત્ર તીવ્રતા $100 \,V / m$ છે, તો પૃથ્વીની સપાટી પર કુલ વિદ્યુતભાર .............. $C$ છે (પૃથ્વીની ત્રીજ્યા $6400 \,km$ છે.)