$m$ દળ અને $Q$ વિદ્યુતભારનો વિદ્યુતભરીત કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ચુંબકીય ક્ષેત્ર $B$ને લંબ ગતિ કરે છે તો તેનો આવર્તકાળ કેટલો થાય?
$\frac{{2\pi qB}}{m}$
$\frac{{2\pi \,m}}{{q\,B}}$
$\frac{{2\pi \,m\,q}}{B}$
$\frac{{2\pi \,{q^2}B}}{m}$
બે ટોરોઈડ $1$ અને $2$ માં $200$ અને $100 $ આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $40\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ છે. જો તેમાંથી સમાન પ્રવાહ $i$ પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.
$4.5 \times 10^{5} \;m / s$ના વેગથી ગતિ કરતાં બિંદુવત વિજભારના કારણે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો ગુણોતર કેટલો થાય?
સમજાવો : વેગ પસંદગીકાર
એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?