વિદ્યુતપ્રવાહ ધારિત તારમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે તેમ છતાં ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાટે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર
સ્થિર વિદ્યુતભાર પર બળ લગાવે છે
ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાવે છે
માત્ર ધન વિદ્યુતભાર પર બળ લગાવે છે.
માત ઋણ વિદ્યુતભાર પર બળ લગાવે છે.
$16\times10^{-16}\, C$ વિજભાર ધરાવતો કણ $10\, ms^{-1}$ ના વેગથી $x-$ દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec B$ એ $y-$ દિશામાં અને $10^4\, Vm^{-1}$ મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર $z-$દિશામાં પ્રવર્તે છે. જો કણ $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર $\vec B$ નું મૂલ્ય કેટલું હશે?
અચળ વેગ સાથે ગતિ કરતો પ્રોટોન અવકાશના વિસ્તારમાંથી તેના વેગમાં ફેરફાર થયા વગર, પસાર થાય છે. જો $E$ અને $B$ નીચેનામાંથી ક્યું હોઈ શકે ?
$y=0$ અને $y = d$ વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર $\vec B = B\hat z$ ધરાવે છે. $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ $\vec v = v\hat i$ વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો $d = \frac{{mv}}{{2qB}}$ , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે?
ચુંબકીયક્ષેત્રમાં મૂકેલાં વિધુતપ્રવાહધારિત સુરેખ સળિયા પર લાગતાં બળનું સૂત્ર મેળવો.
એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે, તો .....