$18 \;km/h$ ની ઝડપે જઈ રહેલો એક સાઇકલ-સવાર એક સમતલ રસ્તા પર $3\; m$ ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક, ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.1$ છે. શું વળાંક લેતી વખતે સાઇકલ-સવાર લપસી જશે ?
ઢોળાવ વગરના રસ્તા પર સાઇકલ-સવારને વર્તુળાકાર વળાંક પર લપસ્યા વિના ગતિ કરાવવા માટે એકલું ઘર્ષણબળ જ, જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડી શકે છે. જો ઝડપ ઘણી વધુ હોય અથવા વળાંક બહુ તીવ્ર (એટલે કે બહુ નાની ત્રિયાનો) અથવા બંને હોય તો કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણબળ અપૂરતું રહે છે અને સાઇકલ-સવાર લપસી જાય છે. સાઇકલ-સવાર લપસી ન જાય તે માટેની શરત સમીકરણ $(5.18)$ પરથી
$v^{2} \leq \mu_{s} R\, g$ પરથી મળે છે.
હવે, $R=3 \,m g=9.8 \,m s ^{-2}, \mu_{s}=0.1 .$ એટલે કે $\mu_{s} R \,g=2.94\, m ^{2} \,s ^{-2}, v=18 \,km / h =5 \,ms ^{-1} $.
$\therefore v^{2}=25 \,m ^{2}\, s ^{-2} .$ઉપર્યુક્ત શરતનું પાલન થતું નથી એટલે સાઇકલ-સવાર વળાંક લેતી વખતે લપસી પડશે. -
એક માણસ એક રફ સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $\mu $) પર રહેલા $M$ દળના પદાર્થ ને સમક્ષિતિજ દિશામાં બળ લગાવી ખસેડી સકતો નથી જો સપાટી દ્વારા પદાર્થ પર લાગતું બળ $F$ હોય તો...
બે સપાટીઓ વચ્ચેનો સ્થિત ઘર્ષણ એ .......
સ્થિત ઘર્ષણ કઈ ગતિનો વિરોધ કરે છે અને સ્થિત ઘર્ષણાંક કોના પર આધાર રાખે છે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?
એક કારના તળિયા પર રહેલો પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ અને તળિયા વચ્યેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે.કારનો મહત્તમ પ્રવેગ ($m s ^{-2}$ માં) ગણો.$\left( g =10\,m s ^{-2}\right)$.