નળાકાર સળિયાના બે છેડાના તાપમાન $T_1$ અને $T_2$ છે. પસાર થતી ઉષ્માનો દર $ {Q_1} \; cal/sec$ છે. જો સળિયાના છેડાના તાપમાન અચળ રાખી બધા રેખીય પરિમાણ બમણા કરવામાં આવે, તો પસાર થતી ઉષ્માનો દર $ {Q_2}$ કેટલો થશે?

  • [AIPMT 2001]
  • A

    $ 4{Q_1} $

  • B

    $ 2{Q_1} $

  • C

    $ \frac{{{Q_1}}}{4} $

  • D

    $ \frac{{{Q_1}}}{2} $

Similar Questions

વિધાન : ઠંડા દિવસોમાં લાકડાની ટ્રે કરતાં બ્રાસની ટ્રે વધુ ઠંડી લાગે છે 

કારણ : બ્રાસની ઉષ્માવાહકતા લાકડાની ઉષ્માવાહકતા કરતાં વધુ છે.

  • [AIIMS 2008]

સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?

  • [AIEEE 2009]

પાત્રમાં પ્રવાહી ભરીને તેને $20°C$ તાપમાને ઓરડામાં મૂકેલ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $80°C$ હોય, ત્યારે તે $60 \,\,cal/sec$ ના દરથી ઉષ્માનો વ્યય કરે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40°C$ હોય ત્યારે ઉષ્માના વ્યયનો દર ...... $cal/sec$ શોધો.

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર $1 cm$ બરફનો સ્તર બનતા $7$ કલાક લાગે છે.તો બરફની જાડાઇ $1 cm$ થી $2 cm$ થતાં લાગતો સમય ?

થરમોસના ઢાંકણનું ક્ષેત્રફળ $75 cm^2$ અને જાડાઇ $5 cm$ છે.તેની ઉષ્મા વાહકતા $0.0075 cal/cm\,sec^oC$ છે.જો ઉષ્માનું વહન માત્ર ઢાંકણ દ્વારા થતું હોય,તો $500 gm$  $0^oC$ તાપમાને રહેલા બરફનું રૂપાંતર $0^oC$ તાપમાનવાળા પાણીમાં કરતાં ........ $(hr)$ સમય લાગશે ? બહારનું $40^oC$ તાપમાન છે,અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal g^{-1}$છે.