એક બળ $F$ એ $L$ સમતલના ચોરસ વિસ્તાર પર લાગુ થાય છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટી $2 \%$ છે અને તે $F$ માં $4 \%$ છે, તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટી ........... $\%$ હશે.

  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.

રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે : 

  ઘડિયાળ $1$ ઘડિયાળ $2$
સોમવાર $12:00:05$ $10:15:06$
મંગળવાર $12:01:15$ $10:14:59$
બુધવાર  $11:59:08$ $10:15:18$
ગુરુવાર $12:01:50$ $10:15:07$
શુક્રવાર $11:59:15$ $10:14:53$
શનિવાર $12:01:30$  $10:15:24$
રવિવાર $12:01:19$ $10:15:11$

જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?

''સાધનનું લઘુતમ માપ શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે.” આ વિધાન સ્પષ્ટ કરો.

વાયુની બે વિશિષ્ટ ઉષ્મા  $C_P = (12.28 \pm 0.2)$ એકમ અને $C_V = (3.97 \pm 0.3)$ એકમ હોય તો વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું થાય?

ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.

  • [JEE MAIN 2022]