એક છોકરી $5\,ms^{-1}$ ની ઝડપથી ઉત્તર દિશામાં સાઇકલ ચલાવે છે જો તેની ઝડપ વધારીને $10\,ms^{-1}$ કરે તો તેને વરસાદ શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે પડતો દેખાય છે, તો વરસાદની ઝડપ કેટલી છે ? જમીન પરના અવલોકનકારને વરસાદ પડવાની દિશા કઈ દેખાશે ?
ઉતર દિશામાંનો એકમ સદિશ $\hat{i}$ અને અધોદિશામાંનો એકમ સદિશ $-\hat{j}$ લેતા,
વરસાદનાં ટિપાનો વેગ $\overrightarrow{v_{r}}=a \hat{i}+b \hat{j}$
પ્રથમ કિસ્સો :
છોકરીનો વેગ $\overrightarrow{v_{g}}=5 i\,m\,s ^{-1}$
છોકરીની સાપેક્ષે ટીપાંનો વેગ, $\vec{v}_{r g}=\vec{v}_{r}-\vec{v}_{g}$
$=(a \hat{i}+b \hat{j})-5 \hat{i}$
$=(a-5) \hat{i}+b \hat{j}$
પણ ટીપું અધોદિશામાં પડે છે, તેથી $a-5=0 \Rightarrow \therefore a=5$....(1)
બીજો કિસ્સો:
$\overrightarrow{v_{g}}=10 \hat{i} m s ^{-1}$
$\therefore$ છોકરીની સાપેક્ષે ટીપાંનો વેગ $\vec{v}_{r g}=\overrightarrow{v_{r}}-\overrightarrow{v_{g}}=(a \hat{i}+b \hat{j})-5 \hat{i}=(a-10) \hat{i}+b \hat{j}$
ટીપું ઊર્ધ્વદિશા સાથે $45^{\circ}$ ના ખૂણો પડતું દેખાય છે.
તેથી $\tan 45^{\circ}=\frac{b}{a-10}$
$\therefore 1=\frac{b}{a-10}$
$\therefore a-10=b$
$\therefore 5-10=b$ (પરિણામ $(1)$ પરથી)
$\therefore b=-5$$.............2$
$\therefore$ વરસાદ (ટિપાનો)નો વેગ $\overrightarrow{v_{r}}=a \hat{i}+b \hat{j}=5 \hat{i}-5 \hat{j} \quad$ (પરિણામ $(1)$ અને $(2)$ પરથી)
અને મૂલ્ય એટલે ઝડપ $=\sqrt{(5)^{2}+(-5)^{2}}=\sqrt{25+25}=\sqrt{50}$
$\therefore v_{r}=5 \sqrt{2} m s ^{-1}$
અનિયમિત વર્તુળાકાર ગતિ માં પદાર્થ નો પ્રવેગ $5\, ms^{-2}$ હોય તો નીચેનામાથી શું સાચું છે?
એક કણ $t$ સમયે $x-$ દિશામાં $\mathrm{x}(\mathrm{t})=10+8 \mathrm{t}-3 \mathrm{t}^{2}$ મુજબ ગતિ કરે છે.બીજો કણ $y-$દિશામાં $\mathrm{y}(\mathrm{t})=5-8 \mathrm{t}^{3}$ મુજબ ગતિ કરે છે. $\mathrm{t}=1\; \mathrm{s}$ સમયે બીજા કણનો વેગ પ્રથમ કણના સંદર્ભમાં $\sqrt{\mathrm{v}} $ મળે તો $\mathrm{v}$ ($\mathrm{m} / \mathrm{s}$ માં) નું મૂલ્ય કેટલું હશે?
$t = 0$ સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી $5.0 \hat{ i }\; m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે. $x-y$ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે $(3.0 \hat{ i }+2.0 \hat{ j })\; m / s ^{2} $ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. $(a)$ જ્યારે કણનો $x$ -યામ $84 \;m$ હોય ત્યારે $y$ -યામ કેટલો હશે ? $(b)$ તે સમયે કણની ઝડપ કેટલી હશે ?
સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની શરૂઆતની સ્થિતિ $3 \hat{i}-8 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. તો અચળ પ્રવેગથી ગતિ કરે છે અને $4 \,s$ બાદ $2 \hat{i}+4 \hat{j}$ સુધી પહોચે છે. તેનો પ્રવેગ શું હશે?