$2\,kg$ દળવાળા બ્લોકને $50 \,Nm^{-1}$ જેટલા સ્પ્રિંગ અવળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ અને તે સમક્ષિતિજ લીસી સપાટી પર $t = 0$ સમયે $x = 0$ સ્થાને સંતુલનમાં છે. આ સંતુલન સ્થાનથી $5 \,cm $ જેટલું બ્લોકને ખસેડવામાં આવે છે, તો બ્લોકના $t$ સમયે સ્થાનાંતર માટેનું સમીકરણ મેળવો.
સ્પ્રિગ અને બ્લોકનું બનેલું તંત્ર આકૃતિમાં દર્શાવ્યુ છે અને તે મધ્યમાન સ્થાનથી $5\;cm$ના કંપવિસ્તારથી સ.આ.ગ. કરે છે.
અહીં,સ્પ્રિંગ અચળાંક $k=50\;N / m$, કંપવિસ્તાર $A =5\;cm$ જોડેલ દળ $m=2 kg$
$\therefore$કોણીય આવૃતિ $\omega=\sqrt{\frac{k}{m}}=\sqrt{\frac{50}{2}}=5\;rad / s$
$t$ સમયે બ્લોકનું સ્થાનાંતર,
$y(t)=A \sin (\omega t+\phi)$ જ્યાં $\phi=$ પ્રારંભિક કળા છે.
$t=0$ સમયે
$y(0)=A \sin (\phi)$
$A = A \sin \phi \quad[\because t=0$ સમયે $y=+ A ]$
$\therefore 1=\sin \phi$
$\therefore \phi=\frac{\pi}{2} rad$
$\therefore$ માંગેલ સમીકરણ,
$y(t)=A \sin [\omega t+\phi]$
$=5 \sin \left(\omega t+\frac{\pi}{2}\right)$
$=5 \cos \omega t$
$y(t)=5 \cos 5 t$ કે માંગેલું સમીકરણ છે. જ્યાં $t$ સેકન્ડમાં અને $y$ એ સેમીમાં છે.
અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે $M$ દળ લટકાવેલ છે. જ્યારે તેને ખોદુક ખેચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે $T$ આવર્તકાળવાળી સરળ આવર્તગતિ કરે છે.જો દળમાં $m$ નો વઘારો કરવામાં આવે છે, તો આવર્તકાળ $ \frac{{5T}}{3} $ થાય છે,તો $ \frac{m}{M} $નો ગુણોત્તર કેટલો હશે?
$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના બે ટુકડા કરવામાં આવે છે,મોટા ટુકડાની લંબાઇ નાના ટુકડાની લંબાઇ કરતાં બમણી છે,તો મોટા ટુકડાનો બળ અચળાંક કેટલો થાય?
સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થના દોલનો સ.આ. હોવા માટેની શરત લખો.
કોઈ એક સ્પ્રિંગ સાથે જોડાયેલ દ્રવ્યમાન સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ $\omega $ સાથે ઘર્ષણ કે અવમંદનરહિત દોલનો માટે મુક્ત છે. તેને $t = 0 $ એ, $x_0$ અંતર સુધી ખેંચવામાં આવે છે અને કેન્દ્ર તરફ $v_0$ , વેગથી ધક્કો મારવામાં આવે છે. પ્રાચલો , $\omega ,x-0$ અને $v_0$ નાં પદમાં પરિણામી દોલનોના કંપવિસ્તાર નક્કી કરો. (સૂચન : સમીકરણ $x = a\, cos\,(\omega t + \theta )$ સાથે શરૂઆત કરો અને નોંધ કરો કે, પ્રારંભિક વેગ ઋણ છે.)
આપેલ આકૃતિમાં $200\, {g}$ અને $800\, {g}$ દળના બે પદાર્થ $A$ અને $B$ ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો ${k}=20 \,{N} / {m} $ હોય, તો તેની કોણીય આવૃતિ (${rad} / {s}$ માં) કેટલી હશે?