ધાતુના ગોળાકાર વચની અંદરની ત્રિજ્યા ${{\rm{R}}_1}$ અને બહારની ત્રિજ્યા ${{\rm{R}}_2}$ છે ગોળાકાર કવચના કેન્દ્ર પર $\mathrm{Q}$ વિધુતભાર મૂકેલો છે, તો કવચના $(i)$ અંદર અને $(ii)$ બહારની સપાટી પર વિધુતભારની પૃષ્ઠઘનતા કેટલી ?
ગોળાકાર બખોલના કેન્દ્ર પર ધન વિદ્યુતભાર $+ Q$ મૂકેલો હોવાથી પ્રેરણના કારણે ગોળાની અંદરની સપાટી પર $- Q$ ઉદ્ભવે છે અને બખોલની અંદર $- Q$ વિદ્યુતભારના લીધે વિદ્યુત પ્રેરણની ધટનાથી ગોળાની બહારની સપાટી પર $+ Q$ વિદ્યુતભાર ઉદ્ભવે.
ગોળાની અંદરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા $\frac{- Q }{4 \pi R _{1}^{2}}$ અને ગોળાની બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠધનતા
$=\frac{+ Q }{4 \pi R _{2}^{2}}$
આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?
વિદ્યુતભારિત વાહક ગોળા માટે કયું વિધાન સાચું નથી?
સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિધુતસ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે તેમ સમજાવો.
$10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિધુતભાર $10\,\mu \,C$ છે $20\, cm$ ત્રિજ્યા ધરાવતા વિધુતભાર વિહીન ગોળાને સંપર્કમાં લાવવામાં આવે છે તેમણે અલગ કરતાં તેમના પર પૃષ્ઠ વિધુતભાર ઘનતાનો ગુણોત્તર ............ મળે
વિધુતક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતાં, બખોલમાં વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.