2. Electric Potential and Capacitance
medium

વિધુતક્ષેત્ર અને વિધુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજાથી ખૂબ નજીક બે સમસ્થિતિમાન સપાટીઓ $A$ અને $B$ છે જેમના પર સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે $V$ અને $V +\delta V$ છે. જ્યાં $\delta V$ એ વિદ્યુતક્ષેત્રની દિશામાં $V$ નો ફેરફાર છે.

સપાટી $B$ પર બિંદુ $P$ છે જેનું સપાટી $A$ થી લંબઅંતર $\delta l$ છે.

એક્ર ધન વિદ્યુતભારને સપાટી $B$ થી સપાટી $A$ સુધી વિદ્યુતક્ષેત્રની વિરુદ્ધમાં સપાટીઓને લંબરૂપે $\delta l$ જેટલું અંતર કાપતાં કરેલુ કાર્ય $|\overrightarrow{ E }| \delta l$ છે.

કરેલું કાર્ય $|\overrightarrow{ E }| \delta l$ છે.

પણ કાર્ય $W = V _{ A }- V _{ B }$

$\therefore|\overrightarrow{ E }| \delta l= V -( V +\delta V )$

$\therefore|\overrightarrow{ E }| \delta l=-\delta V$

$\therefore|\overrightarrow{ E }|=-\frac{\delta V }{\delta l}$

$\therefore|\overrightarrow{ E }|=\left|\frac{\delta V }{\delta l}\right|$

$\therefore E =\frac{ V }{l}$

આમ, વિદ્યતસ્થિતિમાન પ્રચલનનું ઋણા મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. $\frac{\delta V }{\delta l}$ ને વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કહે છે. તેનો એકમ $Vm ^{-1}$ છે.

આ સંબંધ પરથી બે મહત્વના નીચે મુજબના નિષ્કર્ષો મળે છે.

$(1)$ જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ધટાડો સૌથી ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુતક્ષેત્ર હોય છે.

$(2)$ વિદ્યુતક્ષેત્રનુ મૂલ્ય, તે બિદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફરના મૂલ્ય જેટલું છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.