એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.
$(a)$ તે તાજા દૂધની $pH$ ને $6$ થી થોડી બેઝિક ત૨ફ શા માટે ફેરવે છે ?
$(b)$ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?
$(a)$ દૂધવાળો તાજા દૂધની $pH$ ને $ 6$ થી થોડી બેઝિક તરફ ફેરવે છે કારણ કે આમ કરવાથી દૂધનું માધ્યમ બેઝિક બને છે. આથી તે લાંબા સમય સુધી ખાટું થતું નથી એટલે કે આવું દૂધ ઝડપથી બગડી જતું નથી.
$(b)$ આવું દૂધ દહીં બનવા માટે લાંબો સમય લે છે કારણ કે તેમાં બેકિંગ સોડાના સ્વરૂપમાં બેઇઝ હાજર હોવાથી તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે તેને સરળતાથી ઍસિડિક બનવા દેતું નથી. આથી દૂધ દહીં બનવા લાંબો સમય માગી લે છે.
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?
પાંચ દ્રાવણો $A,\,B,\,C,\,D$ અને $E$ ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં અનુક્રમે $4,\,1,\,11,\,7$ અને $9$ $pH$ દર્શાવે છે તો કયું દ્રાવણ ....
$(a)$ તટસ્થ હશે ?
$(b)$ પ્રબળ બેઝિક હશે ?
$(c)$ પ્રબળ ઍસિડિક હશે ?
$(d)$ નિર્બળ ઍસિડિક હશે ?
$(e)$ નિર્બળ બેઝિક હશે ?
$pH$ નાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.
કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ?
$H^+_{(aq)}$ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે ?
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ?