એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ......... ધરાવે છે.
$NaCl$
$LiCl$
$KCl$
$HCl$
શું બેઝિક દ્રાવણો પણ $H^+_{(aq)}$ આયનો ધરાવે છે ? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે ?
કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ?
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ?
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો
$(a)$ મંદ સલ્ફ્યુરિક ઍસિડની ઍલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં.