$0.75$ $\mathrm{g}$ વજન ધરાવતો અને $\mathrm{Al - Mg}$ ના મિશ્રણ ધાતુનો એક પૈસાનો સિક્કો છે તેનો આકાર ચોરસ છે અને તેના વિકર્ણાનું માપ $17$ $\mathrm{mm}$ છે. તે વિધુતની દૃષ્ટિએ તટસ્થ છે અને તેમાં કેટલાં સમાન ધન અને ઋણ વિધુતભારો સમાયેલાં છે ?
પૈસાના સિક્કાનું દળ $W =0.79\,g$
એલ્યુમિનિયમનો પરમાણુ ભાર $=26.9815 g$
એવોગ્રેડો અંક $N _{ A }=6.023 \times 10^{23}$
$26.9815\,g$ માં પરમાણુની સંખ્યા $=6.023 \times 10^{23}$
તો $0.75\,g$ માં પરમાણુની સંખ્યા $= (N)$
$N =\frac{6.023 \times 10^{23} \times 0.75}{26.9815}$
$=0.16742 \times 10^{23}$
$=1.6742 \times 10^{22}$
$Al$ નો પરમાણું ક્રમાંક $Z =13$ છે તેથી તેમાં $13$ પ્રોટોન અને $13$ ઈલેક્ટ્રોન હોય. $\therefore$ પૈસાના એક સિક્કામાં ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય $Q=N Z e$
$=1.6742 \times 10^{23} \times 13 \times 1.6 \times 10^{-19}$
$=3.48 \times 10^{4}\,C$
$=\pm 3.48 \times 10^{4}\,C$
આ વિદ્યુતભારનું મૂલ્ય ઘણું મોટું છે તેથી આપણે એવો નિર્ણય કરી શકીએ કે તટસ્થ દ્રવ્યમાં ઘણી મોટી સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુતભારો સમાયેલા હોય છે.
આકૃતિમાં $A$ આગળના વિદ્યુતભાર પરનું બળ $BC$ ને લંબ દિશામાં ...... હશે.
જ્યારે બે સમાન વિદ્યુતભારીત વિદ્યુતભારોને $5\, cm$ અંતરે મુકવામાં આવે ત્યારે તે $0.144$ ન્યૂટન જેટલું અપાકર્ષી બળ અનુભવે છે. વિદ્યુતભારનું મૂલ્ય માઈક્રો કુલંબમાં ....... હશે.
$2\mathrm{d}$ અંતરે આવેલા બિંદુએ દરેક પર $-\mathrm{q}$ વિધુતભારોને મૂકેલાં છે. $\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિધુતભારને બંને $-\mathrm{q}$ વિધુતક્ષેત્રોને જોડતી રેખાના મધ્યબિંદુએથી લંબરૂપે $x (x \,<\,<\, d)$ અંતરે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકેલો છે. બતાવો કે $\mathrm{q}$ વિધુતભાર એ $-\mathrm{T}$ આવર્તકાળ સાથેની સ.આ.ગ. કરશે.
જ્યાં $T = {\left[ {\frac{{8{\pi ^2}{ \in _0}m{d^2}}}{{{q^2}}}} \right]^{1/2}}$
ધાતુના બે સમાન ગોળાઓ $B$ અને $C$ પર સમાન વિદ્યુતભાર છે.જયારે આ બે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ $F$ લાગે છે.હવે,આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળાનો $B$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ત્યારબાદ તેનો $C$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ગોળા $B$ અને $C$ વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? (બંને ગોળા વચ્ચેનું અંતર બદલાતું નથી.)
હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવાથી તેમના પર લાગતું બળ સમાન થાય?